Bookmark and Share
  • CNN.com
    CNN.com delivers up-to-the-minute news and information on the latest top stories, weather, entertainment, politics and more.


  • Make Webjosh.com Your Homepage  •  Bookmark Us  •  Download WebJosh Toolbar
    Web Josh
    online games web search my webjosh multi search  
    Sandesh | National Gujarati News
  • SANDESH - National News
    The latest Gujarati news.


  •  
    Yahoo! Gujarati | Entertainment News
  • Yahoo! Gujarati: Entertainment
    Yahoo! Gujarati


    • રોબોટ - જે પ્રેમ પણ કરે છે
      ચેન્નઈમાં આવેલ પોતાની પ્રયોગશાળામાં ડો. વાસી ચિટ્ટી નામક એક રોબોટ બનાવે છે જેથી સમાજ માટે તે ઉપયોગી સાબિત થાય. દસ વર્ષની સખત મહેનત પછી તેમનુ સપનુ સાકાર થાય છે. આ રોબોટનો કાંફિગ્યુરેશંસ આ પ્રકારનો છે : સ્પીડ વન ટેરા હટ્ર્જ, મેમોરી વન જેટા બાઈટ, પ્રોસેસર પેંટિયમ અલ્ટ્રા કોર મિલેનિયા વી. 2, એફએચપી 450 મોટર. આને રોબોટને બદલે માણસ પણ કહી શકાય છે કારણ કે આ નાચી શકે છે, અને જરૂર પડે તો લડી પણ શકે છે, અને એ પણ ખૂબ જ સારી રીતે. જે કહો તેનુ આ રોબોટ પાલન કરે છે. માણસ તો ખોટુ પણ બોલે છે પણ ચિટ્ટી આવો નથી. યાદગીરી તો તેની એટલી તેજ છે કે ક્ષણવારમાં તે આખી ટેલીફોન ડિરેક્ટરી યાદ કરી શકે છે. માણસ અને આ રોબોટમાં એક જ અંતર છે અને એ કે આની અંદર ઈમોશંસ નથી. એ નથી જાણતો કે લાગણી શુ હોય છે. ડો. વાસી ચિટ્ટીને અપગ્રેડ કરતા તેની અંદર ઈમોશંસ નાખી દે છે, પરંતુ તે એ નથી જાણતો કે આનાથી શુ થશે ? ચિટ્ટી હવે લાગણી અનુભવવા માંડે છે. શર્મિલી નામની છોકરી સાથે તેને પ્રેમ થઈ જાય છે. તે રોમાંટિક કવિતાઓ લખવા માંડે છે અને માણસ જેવો વ્યવ્હાર કરવા લાગે છે.

    • શાહરૂખે આમિર પાસે મદદ માંગી
      આમિર ખાન દોસ્તી કબૂલ કરે કે ન કરે, પરંતુ શાહરૂખ ખાને પોતાની તરફથી પહેલ કરી દીધી છે, કારણ કે આ વાત તો ચોખ્ખી છે કે ભલે એ કેટલા મોટા બેંડ હોય, બોલીવુડના બાદશાહ હોય, પરંતુ માર્કેટિંગ બાબતે આમિર સાથે કોઈ મુકાબલો નથી. તેથી પોતાની ફિલ્મ 'રો-વન'ની માર્કેટિંગને માટે શાહરૂખ આમિરની મદદ લેવા માંગે છે. શાહરૂખ હવે ઈચ્છે છે કે આમિરનુ નામ તેની ફિલ્મની સાથે જોડાય જાય. પરંતુ શુ આમિર શાહરૂખની મદદ કરશે. શુ તે ભૂલી જ અશે કે શાહરૂખે તેને 'છિછોરા' કહ્યુ હતુ. આમિર ભલે શાહરૂખના આ શબ્દબાણોને ભૂલી જાય, પરંતુ શાહરૂખની મદદ કરતા પહેલ તેમને સલમાનને ઈચ્છાનુ પણ ધ્યાન રાખવુ પડશે, કારણ કે આમિર બોલીવુડમાં પોતાના સૌથી સારા મિત્ર રૂપે સલમાનને જ માને છે. તેમના આ પગલાંથી ક્યાંક સલમાન નારાજ ન થઈ જાય. મતલબ હવે કિંગ ખાનની મદદની પુકારે તેમને ધર્મસંકટમાં નાખી દીધા છે. તેમને એ નથી સમજાતુ કે તેઓ હવે શાહરૂખની મદદ માટે સામે આવે કે પછી સલમાન સાથે પોતાની પાકી દોસ્તી નિભાવે.

    • બિપાશા બાસુ પર ફિલ્માવાશે ગીત દમ મારો દમ
      આવનારા દિવસોમાં બિપાશા બાસુ મોટાભાગનો સમય ગોવામાં જ વીતાવશે. સૌ પહેલા તે ગોવા સમુદ્ર કિનારે થનારી પોતાની ફિટનેસ વીડિયોના શૂટિંગમાં ભાગ લેશે. ત્યારબાદ 'દમ મારો દમ'ના રિમિક્સ ગીતનુ શૂટિંગ થશે જે રોહન સિપ્પીની આ જ નામે બની રહેલ ફિલ્મનો એક ભાગ હશે. આર.ડી બર્મન દ્વારા સંગીત બધ્ધ કરવામાં આવેલ 'દમ મારો દમ' આજે પણ લોકપ્રિય છે અને બિપાશા આ ગીત પર નાચવા ખાસ ઉત્સાહિત છે. કોપીરાઈટ ઈશ્યુને પણ ઉકેલી લીધો છે અને 'હરે રામા હરે કૃષ્ણા'ના નિર્માતા દેવ આનંદે પોતાની તરફથી લીલી ઝંડી બતાવી દીધી છે. પ્રીતમ ચક્રવર્તી હવે આ ગીતને નવી રીતે બનાવી રહ્યા છે. આ વિશે હુ વાત કરવા પર બિપાશા કહે છે 'હું આ વિશે હાલ વાત કરવા નથી માંગતી, કારણ કે શૂટિંગ સ્ટાર્ટ થવામાં હજુ પણ બે અઠવાડિયાનો સમય છે.' 'આક્રોશ'ની સ્કૂલ ટીચર થોડા દિવસો પહેલા બિપાશાની 'લમ્હા' નામની ફિલ્મ રજૂ થઈ હતી, જે કાશ્મીર સમસ્યાને લઈને હતી. બોક્સ ઓફિસ પર આ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી.

    • અક્ષય સલમાનથી નારાજ
      સલમાન ખાનના એક નિવેદનથી અક્ષય કુમાર નારાજ થઈ ગયા છે. સલમાનના એક નિવેદન પછી બંને વચ્ચે નિવેદનોની જંગ છેડાઈ ગઈ છે. બંને આ સાબિત કરવામાં લાગ્યા છે કે બોલીવુડનો અસલી 'દબંગ' કોણ છે.

    • હેલો ડાર્લિંગ : ફિલ્મ સમીક્ષા
      મોટાભાગના ઓફિસોમાં કેટલાક પુરૂષ બોસ એવા હોય છે જે પોતાના અંડરમાં કામ કરનરી મહિલાઓ/છોકરીઓ પર ખરાબ દ્રષ્ટિ રાખે છે. પ્રમોશન અને અન્ય લાલચ આપીને તેમનુ યૌન શોષણ કરે છે. કેટલીક છોકરીઓની મજબૂરી રહે છે. કેટલીક આને વિકાસની સીડી માને છે અને કેટલીક એવી પણ હોય છે જે લંપટ બોસને મજા ચખાડી દે છે. 'હેલો ડાર્લિંગ'ની વાર્તા પણ કંઈક આ પ્રકારની જ છે. એક સારી હાસ્ય ફિલ્મની રચના એ થીમ પર કરવામાં આવી શકે છે, પરંતુ અફસોસની વાત એ છે કે ન તો આ ફિલ્મનુ નિર્દેશન સારુ છે કે ન તો અ ફિલ્મનો સ્ક્રીનપ્લે. કલાકારો પાસેથી પણ ઓવરએક્ટિંગ કરાવવામાં આવી છે, જેથી 'હેલો ડાર્લિંગ' જોવી મતલબ સમય અને પૈસાની બરબાદી કરવા જેવુ છે. હાર્દિક(જાવેદ જાફરી)પોતાના અંડરમાં કામ કરનારી દરેક છોકરી પર ખરાબ નજર રાખે છે. ભલે તો એ તેની સેક્રેટરી કેડી(સેલિના જેટલી)હોય કે પછી સતવતી(ઈશા કોપ્પિકર)અને માનસી(ગુલ પનાંગ)હોય. ત્રણેય તેને પાઠ ભણાવવા માંગે છે.

     
    WN News | Top Gujarati Sport News
  • WN.com - Sport News
    Latest headlines from WN Network


    • સ્પોટ ફિક્સિંગના પૈસા બટ્ટના લોકરમાંથી મળ્યા
        http://www.divyabhaskar.co.in/article/SPO-spot-fixing-cash-found-in-butts-belonging-1326516.html       ગયા અઠવાડિયે લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ માટે ઉપયોગમાં લેવામાં આવેલી રકમ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ટેસ્ટ સુકાની સલમાન બટ્ટના સામાનમાંથી મળી આવ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ડેઇલી મેલના અહેવાલ અનુસાર સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ આજે સલમાન બટ્ટને તેના હોટેલ રૂમના લોકરમાંથી મળી આવેલી નિશાન કરેલી નોટો અંગે કેટલાક પ્રશ્નો પુછ્યા હતા....

    • ‘મારી કારકિર્દીમાં બૂકીએ કોઇ ખેલાડીનો સંપર્ક કર્યો નથી’
        http://www.divyabhaskar.co.in/article/SPO-icc-should-take-action-against-guilty-players-tendulkar-1326484.html       ભારતીય બેટિંગ આઇકોન સચિન તેંડુલકરે આજે જણાવ્યું છે કે, આઇસીસીએ સ્પોટ ફિક્સિંગમાં યોગ્ય તપાસ કરવી જોઇએ. અને જો કોઇ ખેલાડી તેમા કથિત રીતે સંડોવાયેલો હોય તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. તેણે કહ્યું કે, તેની 21 વર્ષની કારકિર્દીમાં ક્યારેયપણ કોઇ બૂકી ભારતીય ખેલાડીની આસપાસ ફરક્યું નથી....

    • આસિફની પૂર્વ પ્રેમિકા વીણાએ સૂર બદલ્યો
        http://www.divyabhaskar.co.in/article/SPO-veena-malik-changes-statement-1326409.html       બુધવારે મીડિયા સમક્ષ જોરશોરથી મેચ ફિક્સિંગ અંગે બોલનાર મોહમ્મદ આસિફની પૂર્વ પ્રેમિકા વીણા મલિકના સૂર ગુરુવારે બદલાઇ ગયા હતા. આ પહેલા વીણાએ કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને ઘણા ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સામેલ છે. ભાસ્કરે ગુરુવારે જ્યારે વીણા મલિક સાથે ટેલીફોનિક વાતચીત કરી ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, મે ક્યારેય આસિફ સિવાય અન્ય કોઇ ખેલાડી કે અધિકારીનું નામ લીધું નથી. તેમજ આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટના અધિકારીઓને તેણે ક્યા પુરાવા આપ્યા છે તે અંગે પુછવામાં આવતા તેણે કહ્યું કે, મારી પાસે જે કંઇપણ પુરાવાઓ હતા. તે મે આઇસીસીની અધિકારીઓને આપી દીધા છે. તેનાથી વધારે...

    • પાક અખબારનો દાવો, સ્પોટ ફિક્સિંગ પાછળ ભારત
        http://www.divyabhaskar.co.in/article/SPO-pakistani-paper-blames-india-for-fixing-scandal-1326304.html       સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલમાં ફસાયેલા પાકિસ્તાની ખેલાડીઓનું સમર્થન કરતા એક પાક અખબારે દાવો કર્યો છે. આ સમગ્ર પ્રકરણ પાછળ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી રોનો હાથ છે. જેનો અર્થ એ થયો કે, આ આખુ પ્રકરણ ભારત દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.પાકિસ્તાની અખબાર ડેલી મેલ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આઇસીસી અધ્યક્ષ શરદ પવાર અને સ્કોટલેન્ડ યાર્ડ આ સ્કેન્ડલમાં પાકિસ્તાન ખેલાડીઓને ફસાવવા માંગે છે. અને ટીમ પર બે ત્રણ વર્ષ પ્રતિબંધ લગાવવા માટે મથી રહ્યાં છે....

    • પાક ખેલાડીઓ સાથે જ આવું કેમ થાય છે?
        http://www.divyabhaskar.co.in/article/SPO-why-pakistani-players-involved-in-fraud-1323991.html       હાલ પાકિસ્તાન ક્રિકેટરો સાથે મેચ ફિક્સર, બોલ ટેમ્પરિંગ અને દગાથી મેચ જીતનાર જેવા ટેગ લગાવવામાં આવી રહ્યાં છે. પરંતુ એક સત્ય એ પણ છે કે, પાકિસ્તાન ક્રિકેટ પાસે યુવા ખેલાડીઓની ફોઝ છે.વિશ્વ ક્રિકેટમાં નાની ઉમરે વનડે ક્રિકેટમાં સદી લગાવનાર ખેલાડીઓની યાદીમાં સૌથી વધારે ખેલાડીઓ પાકિસ્તાનના છે. અને તેઓ માત્ર એકાદ બે વનડે રમીને ક્રિકેટ જગતથી દૂર નથી થઇ ગયા પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ છે કે જે આજે પણ પાકિસ્તાનની ટીમનો હિસ્સો છે. જેમ કે શાહિદ આફ્રિદી....

    News Online Games Web Search My Webjosh Multi Search